બહારના જિલ્લાની એસીબી ટીમે ઉઘડતી કચેરીએ જ સફળ છટકું પાર પાડ્યુંમોરબી : મોરબી શહેરમાં દિવાળીના તહેવારોની બોણીની સીઝનમાં જ આજે બહારના જિલ્લાની એસીબીએ ઉઘડતી કચેરીએ જ લાંચનું છટકું સફળ રીતે પાર પાડી મોરબી નગર પાલિકાના લગ્ન નોંધણી વિભાગના અધિકારીને દબોચી લેતા સનસનાટી મચી ગઇ છે.જાણવા મળતી વિગતો મુજબ આજે મોરબી નગર પાલિકામાં બહારના જિલ્લાની એન્ટી કરપશન બ્યુરોની (એસીબી) ટીમે લાંચનું છટકું ગોઠવી લગ્ન નોંધણી વિભાગના સિનિયર અધિકારીને લાંચ લેતા રંગે હાથ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નગરપાલિકા કચેરીમાં સોપો પડી ગયો હતો.