મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ હરિઓમ સોસાયટી સામેથી મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મૂળ બોટાદ જિલ્લાના હળદર ગામના દર્શનભાઇ ઉર્ફે લાલો કનુભાઇ વરાળીયા ઉ.28 નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1125 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.