મોરબી : મોરબીના સરદારબાગ સામે સત્યમ પાનવાળી શેરીમાં આવેલા વિશ્વકર્મા પાર્કમાં આવેલા નિલંકઠ મહાદેવના સાનિધ્યમાં આગામી તારીખ 18 થી 24 નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (108 પોથીજીનું) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મહાદેવ ગોપી મંડળ દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભરૂચ સંસ્કૃત પાઠશાળાના ગુરુજી હેમેન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ઋષિકુમારો દ્વારા મૂલ પારાયણ ભાગવતજીના 18000 શ્લોકોનું ઉચ્ચશ્વરે સુંદર આયોજન કરાયું છે. 18 નવેમ્બરને શનિવારે કથાનો પ્રારંભ થશે અને 24 નવેમ્બર ને શુક્રવારે કથા પૂર્ણ થશે. દરરોજ સવારે 8 થી 12 મૂલ પારાયણ રસપાન અને બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન શ્રી ભાગવત કથા શ્રવણનો લાભ વ્યાસાસને મહેશભાઈ જોષી (મુંબઈવાળા) બિરાજીને આપશે. આ કથા પ્રસંગે 108 પોથીજીનું આયોજન કરાયું હોય જે કોઈ ધાર્મિક પોથી નોંધવવા ઈચ્છા હોય તેઓએ વહેલા તે પહેલાના ધોરણે આયોજકોનો સંપર્ક કરવા જણાવાયું છે અને સાથે જ કથા શ્રવણનો લ્હાવો લેવા સર્વે મોરબીવાસીઓને આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે સંપર્કઃ વર્ષાબેન લહેરૂ (મો.નં. 8320494694)