મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ ગુમ થયેલી યુવતીને શોધવા સિક્કા ગઈ હતી. જ્યાંથી યુવતિ તો ન મળી પણ તેના બદલે હત્યાના ગુનામાં વોન્ટેડ શખ્સ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાંથી રિદ્ધિબેન ભરતભાઇ દોશી નામના યુવતી ગુમ થયા હોય જેઓ સિક્કા હોવાની બાતમી મળતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટિમે સિક્કા ખાતે જઈને તેમની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં આ યુવતિ મળી આવી ન હતી. પરંતુ રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં હત્યાના ગુનામાં વચગાળાના જામીન ઉપર છૂટી છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો ચિરાગભાઈ ઉર્ફે ચીનો મનોજભાઈ પરમાર રહે. ભગવતીપરા, રાજકોટવાળો ત્યાથી મળી આવતા તેની અટકાયત કરી રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે.