વાંકાનેર : વાંકાનેર શહેરની હવેલી શેરીમાં દરબારગઢમાં રહેતા તરૂણસિંહ ખોડુભા ઉ.53 નામના આધેડને માર્કેટચોક નજીક આવેલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.