મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના કાલિકા પ્લોટમાં તેમજ લાતીપ્લોટમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાની કપાત લેતા ત્રણ વરલી ભક્તોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના કાલિકા પ્લોટમાંથી સીદીકભાઈ મુસાભાઈ ભટ્ટી અને જમીલભાઈ રહીમભાઈ મોવર નામના શખ્સોને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1300 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જયારે લાતીપ્લોટ શેરી નંબર 8 નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે શબીરભાઈ જુસબભાઈ ચૌહાણને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ 2500 રૂપિયા રોકડા તેમજ 10 હજારની કિંમતનો મોબાઈલ અને વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.