10 નવેમ્બરે મોરબીના ઘુંટુ ગામે નાટક અને કોમિક ભજવાશે

- text


મોરબી : મોરબીના ઘુંટુ (હરીનગર) ગામે આગામી તારીખ 10 નવેમ્બર ને શુક્રવારે બાપા સિતારામ ગૌશાળા- ઘુંટુના લાભાર્થે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘુંટુ (હરીનગર) ગામે આરડીસી બેંકની બાજુમાં 10 નવેમ્બર ને શુક્રવારે રાત્રે 9-30 કલાકે બજરંગ યુવક મંડળ- ઘુંટુ ગામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપા સિતારામ ગૌશાળા- ઘુંટુના લાભેર્થે સમ્રાટ હર્ષ નાટક અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક બુધ્ધીચટ રજુ કરવામાં આવશે. તો સૌ ધર્મપ્રેમી જનતાને આ નાટક અને કોમિક નિહાળવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text