જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બે દિવસિય વર્કશોપ યોજાયો, વેસ્ટમાંથી બેસ્ટ ફેશન બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દેવાયામોરબી : મોરબીના કન્યા છાત્રાલય કેમ્પસની જે પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બે દિવસ ક્રિએટિવિટી બીયોન્ડ ક્લાસરૂમ વર્કશોપ યોજાયો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીનીઓને ફેશન ડિઝાઈનિંગ ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટેટ મેનેજમેન્ટ ઝુમ્બા વર્કઆઉટ દ્વારા અલગ અલગ સેશનમાં વિષય અનુસાર ખૂબ સરળ ભાષામાં ઊંડું જ્ઞાન અને સમજણ આપી હતી. આ વેળાએ છાત્રાઓએ છાપા, નાળીયેરના છોતા અને કોથળાના સુંદર ડ્રેસ પહેરી રેમ્પ વોક પણ કર્યું હતું.વર્કશોપમાં રિસાયેલીંગ ફેશન અંતર્ગત અલગ અલગ વેસ્ટમાંથી કપડાં ડિઝાઇન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓએ કેમ્પસમાં ફનફેરનું આયોજન કર્યું હતું.વર્કશોપ ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રિન્સિપાલ આરતી રોહને સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓનો આભાર માન્યો હતો.