હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટીકર ચોકડી નજીકથી શંકાસ્પદ હિલચાલ કરતા મળી આવેલા અમુભાઇ સોમાભાઇ ઝીઝુવાડીયા રહે.માનગઢ વાળાની તલાસી લેતા આરોપીના કબ્જામાથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 મળી આવી હતી, જો કે પોલીસને જોઈ જતા આરોપી અમુભાઇ સોમાભાઇ ઝીઝુવાડીયા સાથે રહેલો અશ્વીનભાઇ બાબુભાઇ ભીમાણી રહે. અજીતગઢ તા.હળવદ વાળો નાશી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.