વાવડી રોડ ઉપર ક્રિષ્નાપાર્ક નજીક કપડાનો મંડપ નાખી ફટાકડા વેંચતા શખ્સ વિરુદ્ધ એક્સ્પ્લોઝીવ એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો મોરબી : દિવાળીના તહેવાર નજીક આવતા જ મોરબીમાં ઠેક-ઠેકાણે કોઈપણ પ્રકારના લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડાના સ્ટોલ ઉભા કરી ફટાકડા વેચાણ થઇ રહ્યા છે ત્યારે આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાયદાનો સુતળી બોમ્બ ફોડી ગેરકાયદે ફટાકડા વેંચતા ઈસમને રૂ.4850ના ફટાકડાના જથ્થા સાથે ઝડપી લઈ એક્સ્પ્લોઝીવ એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દિવાળીના તહેવારને પગલે પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન ક્રિષ્નાપાર્ક નજીક કપડાનો મંડપ નાખી ફટાકડાનું વેચાણ કરતા શબીર નૂરમામદભાઈ પાયક ઉ.27, રહે.પંચાસર રોડ, ભારતપરાની પૂછપરછ કરી ફટાકડા વેચાણનું લાયસન્સ તેમજ મંજૂરીના કાગળો માંગતા ફટાકડા વેચાણ માટેની કોઈ મંજૂરી ન હોવાનું સામે આવતા સીટી એ ડિવિઝન પોલીસે આરોપી શબ્બીર વિરુદ્ધ આઇપીસી કલમ 286 તેમજ એક્સ્પ્લોઝીવ એક્ટની કલમ 9(બી),1(બી) મુજબ કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી રૂપિયા 4850નો ફટાકડાનો જથ્થો કબ્જે કર્યો હતો.