મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે રૂપિયા 20 હજાર હાથ ઉછીના આપ્યા બાદ આ નાણાં પરત માંગતા આરોપીએ છરીના ઘા ઝીકી દઈ જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર એવન્યુપાર્ક સોસાયટીમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ ભાડજા ઉ.28 નામના યુવાને દિપકભાઈ બુધ્ધદેવ નામના શખ્સને રૂપિયા 20 હજાર ઉછીના આપ્યા હોય જે પરત માંગતા આરોપીને સારું નહીં લાગતા માધવ માર્કેટ પાસે બાલાજી તાવો ચાપડી નામની દુકાન પાસે આવી જયદીપભાઈને ગાળો ભાંડી આરોપી દિપકભાઈ બુધ્ધદેવે છરીના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.