ગુગલ પે એકાઉન્ટમા આરોપીએ ક્રેડીટકાર્ડના નંબર નંખાવી રૂ.74,700 ઉપાડી લીધા મોરબી : આર્મી જવાનોની લબોરેટરી કરાવવાના નામે વધુ એક વખત છેતરપીંડી કરવાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના લેબોરેટરી સંચાલક પાસે ભેજાબાજ ગઠિયાએ ગુગલ પે એકાઉન્ટમા આરોપીએ ક્રેડીટકાર્ડના નંબર નંખાવી રૂ.74,700 ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા લેબોરેટરી સંચાલક અશોકભાઇ પ્રવીણભાઇ ટુંડીયાને મોબાઈલ નંબર 6369371420 ઉપરથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે આર્મીમાં છે અને રમી જવાનોની લેબોરેટરી કરાવી છે કહી પેમેન્ટ માટે ગુગલ પે એકાઉન્ટમા આરોપીએ ક્રેડીટકાર્ડના નંબર નંખાવી રૂ.74,700 ઉપાડી લીધા હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે મોબાઈલ નંબરને આધારે અજાણ્યા ભેજાબાજ ગઠિયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.