મોરબી : મોરબીના બગથળા સમસ્ત ગામ તેમજ અભિલાષા ગૌસેવા યુવક મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે ધાર્મિક તેમજ કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 12 નવેમ્બરને રવિવારના રોજ રામ રાજ્ય યાને સીતાવનવાસ નામનું ધાર્મિક નાટક તેમજ નાથા બાપાનો ઘરસંસાર નામે કોમિક નાટકનું આયોજન કરાયું છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સમસ્ત બગથળા ગામ તેમજ અભિલાષા ગૌસેવા યુવક મંડળે નિમંત્રણ પાઠવ્યું છે.