સીટી એ ડિવિઝન પોલીસે મોરબી - કંડલા બાયપાસ ઉપર કરેલી કાર્યવાહી મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં આયુર્વેદિક શીરપના નામે વેચાતા નશીલા પદાર્થને લઈ પોલીસ ઠેકઠેકાણે દરોડા પાડી નશીલા પદાર્થ પકડી રહી હોવા છતાં હજુ પણ અનેક પાનના ગલ્લા ઉપર આવી નશીલી બોટલો વેચાઈ રહી છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે મોરબી - કંડલા બાયપાસ ઉપર પાનની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શીરપની 39 બોટલ કબ્જે કરી બે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી - કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમા ક્રિષ્ના પાનના ગલ્લામા નશીલા પદાર્થનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી ભુદરભાઇ કરશનભાઇ પરમાર અને નિલેષભાઇ ગગુભાઇ ચાવડા રહે.મોરબી શનાળા રોડ યદુનંદન-2 નાની કેનાલની બાજુમા મોરબી વાળાની પાનની દુકાનમાંથી સ્ટોન હિલ, સુનિન્દ્રા આયુર્વેદિક શીરપની 39 બોટલ કિંમત રૂપિયા 5850 કબ્જે કરી બન્ને વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી હતી.