વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પદ સહિત કારોબારી સમિતિના અન્ય સભ્યોની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેર પર્સન તરીકે ચેરમેન સક્રિય મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી છે.વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપની સતા આવ્યા બાદ અઢી વર્ષની બીજી ટર્મ માટે કારોબારી ચેરપર્સન તરીકે જિજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવતા આ તકે રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકાના સરપંચો તથા મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી અને ફટાકડા ફોડી વાજતે ગાજતે જીજ્ઞાસાબેન મેરને શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે જીજ્ઞાસાબેન મેરે દેશની મહિલાઓને અગ્રીમ હરોળમાં સ્થાન આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા ધરાવતી પાર્ટી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો, સાંસદ મોહનભાઈ કુંડારીયાનો, સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિ અને ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ તમામ તાલુકા પંચાયત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિ નીચે મુજબ છે (૧) કારોબારી ચેરપર્સન, જિજ્ઞાસાબેન મેર (૨) સભ્ય, દેવુબેન વિંજવડિયા(૩) સભ્ય, લક્ષમણભાઈ ધોરિયા(૪) સભ્ય, દીપકભાઈ ગોધાણી(૫) સભ્ય, જેરામભાઈ નંદેસરીયા(૬) સભ્ય, જશ્મીનબેન બ્લોચ(૭) સભ્ય, અમીનાબેન શેરસીયા