મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તા. 5 નવેમ્બરને રવિવારે સાંજના 4 થી 6 કલાકે વિનામુલ્યે એક્યુપ્રેસરની પધ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુખાવા દૂર કરી આપવામાં આવશે. મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) દ્વારા ફ્રીમાં સેવા આપશે. આ અંગેની વધુ માહિતી માટે ઈશ્વરભાઈ - 9687619729 પર સંપર્ક કરી શકાશે. વધુને વધુ મોરબીની જનતા આ વિનામુલ્યે સેવાનો લાભ લઈ પોતાના વર્ષો જૂનાં શરીરનાં કોઈપણ જાતના દુખાવા દૂર કરવા જણાવવામાં આવ્યું છે.