મોરબી : રાજ્યભરમાં હાલમાં ખનીજ ચોરી ઝડપી લેવા સઘન ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે મિતાણા નજીકથી રેતી ભરેલા બે ડમ્પર ઝડપી લઇ દંડનીય કાર્યવાહી કરવા કાર્યવાહી હાથ ધરી હતી.જાણવા મળતી વિગતો મુજબ રાજ્યભરમાં હાલમાં ખનિજચોરી ઝડપી લેવા સઘન ચેકીંગ ચાલુ છે અને દરેક જિલ્લાની ટીમને અન્ય જિલ્લામાં ચેકીંગની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ગતરાત્રીના રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ મિતાણા ઓવરબ્રિજ ચોકડી નજીકથી રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર ઝડપી લઈ ટંકારા પોલીસ સ્ટેશનને હવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.