છોકરાવ રમવા બાબતે કાકી ભત્રીજા વહુના ઝઘડાએ મોટુંરૂપ ધારણ કર્યુંટંકારા : ટંકારા મામલતદાર કચેરી નજીક તિલકનગરમાં શેરીમાં છોકરાવ રમવા બાબતે કાકી અને ભત્રીજા વહુ વચ્ચે બોલાચાલી થયા બાદ કૌટુંબિક ભત્રીજાઓએ કાકાને તેમજ તેમના પુત્રને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા મામલતદાર કચેરી નજીક તિલકનગરમા રહેતા ફરિયાદી નવીનભાઈ હમીરભાઈ ગોહિલના પત્ની રાણીબેનને અને નવીનભાઈના કૌટુંબિક કાકી જડીબેન વચ્ચે છોકરાઓને રમવા બાબતે બોલાચાલી ચાલતી હોય નવીનભાઈ સમજાવવા માટે ગયા હતા.બીજી તરફ નજીવી બાબતે બોલાચાલી શાંત પાડવા ગયેલા ફરિયાદી નવીનભાઈ તેમજ તેમના પુત્ર ઉપર આરોપી દિનેશ સોમાભાઈ ગોહિલ, નરેશ ગોવિંદભાઇ ગોહિલ, કાંતિભાઈ ઉર્ફે કાનો ગોવિંદભાઇ ગોહિલ અને પ્રેમજીભાઈ ગોવિંદભાઇ ગોહિલ સહિતનાઓએ હુમલો કરી ધારીયાનો ધોકો મારી લેતા ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર રાજકોટ ખસેડવામાં આવતા ટંકારા પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.