પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને તત્કાળ ઝડપી લીધો, કુકર્મ આચરનાર ટપોરી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયામોરબી : મોરબીમાં યુવતીને ફસાવી ઉઠાવીને લઈ જઈને વિધર્મી ટપોરીએ હવસનો શિકાર બનાવી હતી, એટલું જ નહીં આ ટપોરીએ યુવતીને મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. પોલીસે આ દુષ્કર્મના બનાવની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ગંભીર બનાવ અંગે ધારાસભ્ય અમૃતિયાએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, મોરબીમાં એક આશાસ્પદ યુવતીને ઈરફાન અલી સુમરા નામના શખ્સે ઉઠાવી જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજારીને મારપીટ કરી હતી. આ બનાવની જાણ થતાં તેઓએ યુવતીના પરિવારજનોને સમજાવી ફરિયાદ નોંધવાની તજવીજ કરીને ભોગ બનનારને સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે. છેલ્લા પાંચ -છ મહીનાથી આવા ગંભીર કેસને શોધી શોધીને ભોગ બનનારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરી રહ્યા છીએ, આથી કોઈપણ આ દુષણનો શિકાર બન્યા તો એ આગળ આવે અને એમને ન્યાય અપાવવા તેમની પડખે પોલીસ અને સરકાર ઉભી છે. જે પણ કાયદાકીય પ્રોસીઝર કરવાની થશે એ કરીને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેથી કોઈએ આવા ટપોરીઓની ધાક ધમકીથી જરાય ડરવાની જરૂર નથી.વધુમાં તેઓએ કહ્યું હતું કે, ભોગ બનનારને તેમજ તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતા હોય તો ડર્યા વગર આગળ આવી ફરિયાદ નોંધાવો, જ્યારે ગઈકાલે જે દુષ્કર્મની ગંભીર ઘટના બની એમાં પોલીસે તત્કાળ આરોપીને ઝડપી લીધો છે અને આવા ટપોરી સામે કડક કાર્યવાહી કરશે. આવા ટપોરીઓ સામે જે પણ કાર્યવાહી કરવાની થશે એમાં પોલીસ અને સરકાર તમામ કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના કિસ્સા વધી ગયા છે. આથી એની સામે પોલીસ અને સરકાર અસરકારકતાથી કાર્યવાહી કરી છે.ભોગ બનનારને ન્યાય આપવામાં કોઈ કસર રાખવામાં આવશે નહિ એટલે કોઇપણ બહેનોને આવી કોઈ તકલીફ હોય તો તેમનો સંપર્ક કરે અને મોબાઈલનો ખોટા ઉપયોગ ન કરે તેવી અપીલ કરી છે.