મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક નજીક રોડ ઉપર રમી રહેલા વિજય ગોવિંદભાઇ પરસોંડા ઉ.08 નામના બાળકને GJ-36-AF-6635 નંબરની ઇકો કારના ચાલકે હડફેટે લઈ જમણા પગની ટચલી આંગળીમા ફેકચર કરી નાખી વાહન લઈને નાસી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.