મોરબી : રોટરી ક્લબ મોરબી દ્વારા દિવાળી પર્વ નિમિત્તે આગામી તારીખ 8 નવેમ્બરના રોજ વિવિધ વાનગીઓની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.8 નવેમ્બર ને બુધવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમિયાન મોરબીની દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે રોટરી ક્લબ મોરબી દ્વારા વાનગી હરિફાઈ યોજાશે. જેમાં દિવાળીના નાસ્તા, મિઠાઈ, મુખવાસ, ચોકલેટ જેવી વાનગી બનાવવી અને દિવડા ડેકોરેશન સહિતની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે બંસી શેઠ (મો.નં. 9376652360), સોનલ શાહ (મો.નં. 7990542612), સ્વાતિ પોરિયા (મો.નં. 8924106461), નીલા છનિયરા (મો.નં. 9428280599) પાસે રજિસ્ટ્રેશન કરાવવું. રજિસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. આ હરિફાઈને સફળ બનાવવા પ્રમુખ સોનલ શાહ, પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠ, સેક્રેટરી રવિન આશર જહેમત ઉઠાવી રહ્યા છે.