શિક્ષણ સમિતિ બાદ કારોબારી ચેરમેન પદ મળતા પ્રવિણ સોનગ્રા એક્ટિવ બન્યામોરબી : મોરબી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બાકીના અઢી વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની વરણી થતા પ્રવિણભાઈ સોનગ્રાએ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.પ્રવિણભાઈ સોનાગ્રાએ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સુચારું, સુવ્યવસ્થિત કામગીરી કરી અઢી વર્ષના કાર્યકાળમાં સરકારી પ્રાથમિક શાળાઓના આશરે 200 જેટલા જર્જરિત વર્ગખંડો બાંધકામ સમિતિને સાથે રાખી જિલ્લા વહીવટી તંત્રની મદદથી ડીમોલેશન કરાવી નવા વર્ગખંડો નિર્માણ કરવાનું અગત્યનું કામ પાર પાડ્યું છે. એવી જ રીતે શાળાઓના રોજબરોજના વ્યવહારમાં ઉપયોગી સ્ટેશનરી સાહિત્ય શાળાઓને પૂરું પડવાનું કામ તેમજ તાલુકા જિલ્લાફેર બદલી કેમ્પો, નવનિયુક્ત વિદ્યા સહાયક ભરતી કેમ્પ વગેરે કામો વ્યવસ્થિત અને પારદર્શક રીતે પૂર્ણ કર્યા બાદ બીજી ટર્મ માટે મોવડી મંડળ દ્વારા પ્રવિણભાઈ સોનગ્રાની કારોબારી ચેરમેન તરીકે વરણી કરતા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકેનો કારોબારી સમિતિના સભ્યોની ઉપસ્થિતમાં વિધિવત પદભાર ગ્રહણ કર્યો છે.