મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલમાં કામ કરતા અને લેબર ક્વાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ગોપાલભાઇ સુખલાલ રવિદાસ ઉ.41 નામના યુવાનને ટીબીની બીમારી હોય જેથી ઉધરસ આવતા લોહીની ઉલ્ટીઓ થતા યુવાનનું અકાળે અવસાન થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.