મોરબી : મોરબી શહેરની જનતા માટે દિપાવલીના તહેવાર નિમિતે ઇન્ડિયન લાયન્સ ક્લબ-મોરબી દ્વારા મીઠાઈ તથા ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નહિ નફો કે નહિ નુકસાન ના ધોરણે વિતરણ કરવામાં આવશે.વિજયાબેન રાઘવજીભાઈ અઘારાના આર્થિક સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 500 ગ્રામ મીઠાઈ માત્ર 130 રૂ. , 500 ગ્રામ ફરસાણ માત્ર 60 રૂ. અને 500 ગ્રામ સ્પે. ફરસાણ માત્ર 70 રૂ. ના ભાવે વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આયોજન નો લાભ લેવા માટે ગ્રાહકોએ એડવાન્સ માં બુકીંગ કરાવવા નું રહેશે. બુકીંગ માટેની તારીખ 2 નવેમ્બર થી 7 નવેમ્બર સુધી રાખવામાં આવી છે જેની ખાસ નોંધ લેવી. બુકીંગ બાદ તારીખ 10 નવેમ્બરના રોજ સાંજે 4 થી 8 દરમ્યાન સીટી સેન્ટર, જુની HDFC બેંકનીબાજુમાં, કબીર ટેકરી મેઇન રોડ ખાતે વિતરણ કરવામાં આવશે. બુકીંગ માટે નીચે મુજબ ના સ્થળ અને સંપર્ક નંબર નક્કી કરવામાં આવ્યા છે.- ગૌતમ ક્લોથ સ્ટોર્સ, જેઇલ રોડ, શશીભાઈ મહેતા-મો. ૯૮૨૪૬૧૬૦૮૯- વિકાસ ઓટો મોબાઈલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧- કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ, મૉઃ ૯૯૦૯૨ ૧૫૫૨૦- ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઇન રોડ, કિરીટભાઈ સંઘવી,મો. ૯૪૨૯૦૯૭૭૬૫ -વંદનાબેન જોષી, ગ્રીન હીલ્સ ઍપાર્ટમેન્ટ, પુજા હૉસ્પિટલ પાસે, શનાળા રોડ,૮૧૨૮૬૩૮૩૮૦- પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ, સાવસર પ્લોટ મેઈન રોડ, મો. ૯૪૨૮૨૮૦૮૧૭ -કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-૩, ચકીયા હનુમાન મો. ૯૮૭૯૯૬૩૭૬૨- શ્રધ્ધા અગરબતી, એ.જે. કુ. પાસે, ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં મો.૯૬૨૪૪૫૭૧૯૯