હળવદ : હળવદ તાલુકાના અજીતગઢથી કીડી ગામ જવાના રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા યુવાનને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.હળવદ તાલુકાના અજીતગઢથી કીડી ગામ જવાના રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા નવા ઘાટીલા ગામના ઉમેશભાઈ હસમુખભાઈ દેત્રોજા નામના યુવાનને GJ-11- X- 9070 નંબરની બોલરો ગાડીના ચાલકે હડફેટે લેતા ઉમેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદ પોલીસ મથકમાં બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ મનસુખભાઇ શામજીભાઇ કૈલાએ ફરિયાદ નોંધાવી છે.