મોરબી : બ્રહ્મ બાળકમાં રહેલી તેજસ્વિતાને પુરસ્કૃત કરી તેમને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડવાના હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહ 2023 આગામી તા.5 નવેમ્બરને રવિવારે પરશુરામધામ મોરબી ખાતે યોજાશે. તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં અધ્યક્ષ તરીકે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા તથા મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો નિલાંબરીબેન દવે અને મોરબી જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યા ઉપસ્થિત રહેશે જ્યારે અતિથિ વિશેષ તરીકે ડો અનિલભાઈ મહેતા, કે. સી. દવે, એચ. એલ. અજાણી તથા ભુપતભાઈ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સૌ બ્રહ્મ બંધુ ભગીનીઓને સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા મહામંત્રી કમલભાઈ દવે મિલેશભાઈ જોશી અમુલભાઈ જોશી, કેયુરભાઈ પંડ્યાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.