વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં લીંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટર પાણીની પાઈપલાઈનનું 16 લાખનાં ખર્ચે કામ મંજુર કરાવ્યું હોય, આજે તેઓના જ હસ્તે પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.