મોરબી : મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી પાટીયા પાસે બાઈક લઈને જઈ રહેલા મૂળ ઉત્તરપ્રદેશના યુવાનના બાઈક આડે અચાનક કૂતરું ઉતરતા બાઈક ડિવાઇડરની પાળી સાથે અથડાતા યુવાનનું ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી પાટીયા પાસે સુરેશ પેટ્રોલીયમમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનો વતની અસલમ અસગર અંસારી ઉ.21 નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રોડ ઉપર બાઈક આડે કૂતરું ઉતરતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.