ક્ષત્રિય આગેવાનોનો કોગ્રેસમાં વિધિવત પ્રવેશમોરબી : ટંકારા તાલુકામાં વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલ ક્ષત્રિય આગેવાનો આજરોજ સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પુણ્યતિથિના દિવસે ભાજપ છોડી કોગ્રેસ પક્ષની વિચાર ઘારામાં સામેલ થતાં કોંગ્રેસે અદકેરો આવકાર આપ્યો હતો.આજરોજ ટંકારા તાલુકા ભાજપ અગ્રણી ઝાલા મયુરસિહ પ્રવિણસિંહ અને શ્રીપાલ સિંહ કેશુભા સહકાર્યકરો અને મિત્ર વર્તુળ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાતા તેમને કોંગ્રેસ પક્ષના ટંકારા તાલુકા પ્રમુખ જીતુભાઈ ગોસરા તેમજ મોરબી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી તેમજ મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે. ડી.પડસુંબીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બળવંતભાઈ વોરા, પ્રોફેસર એલ.એમ. કણજારિયા, ટંકારા કોંગ્રેસ મહામંત્રી દુષ્યંત ભૂત, કોંગ્રેસ યુવા આગેવાન ફિરોજભાઈ, મોરબી જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મુળુભાઈ કુંભારવાડીયા, તાલુકા પંચાયત સદસ્ય રજનીશ સિરવીએ કોંગ્રેસમાં પ્રવેશ આપી ખેસ પહેરાવી તેમને આવકાર સાથે અભિનંદન પાઠવેલા તેમજ ઝાલા મયુરસિંહ ને ટંકારા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવેલ હતી સાથે જ શ્રીપાલસિંહ ઝાલાને ટંકારા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવેલ હોવાનું મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુની યાદીમાં જણાવાયું છે.