મોરબી : આવતીકાલે તારીખ 1 નવેમ્બર ને બુધવારના રોજ મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ આવતા ચિત્રકૂટ, વાવડી રોડ અને શ્રદ્ધા ફીડર હેઠળના વિસ્તારમાં ફીડર સમારકામ કરવાનું હોવાથી સવારે 7 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી અનેક વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેશે.આવતીકાલે બુધવારે મોરબીના ચિત્રકૂટ ફીડરના નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલ, જૂની નવી રેલ્વે કોલોની, સ્ટેશન રોડ, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, જૂના બસસ્ટેન્ડ, ઘાંચી શેરી, જૂના મહાજન ચોક, નાગર પ્લોટ, ચાર ગોડાઉન, કુલી નગર ૧/૨, રોહીદાસપરા તથા આસપાસના વિસ્તારો. તેમજ વાવડી રોડ ફીડરનારાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર 1-3, માધાપર તથા આસપાસના વિસ્તારો અને શ્રદ્ધા ફીડરના યમુના નગર, શ્રદ્ધા પાર્ક, નિધિ પાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં વીજ કાપ રહેશે.