મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ હરિગુણ સોસાયટી ખાતે રહેતો આનંદભાઈ દીલીપભાઈ ધરસંડીયા ઉ.28 નામનો યુવાન ગત તા.29ના રોજ સવારે ઘેરથી કારખાને જવાનું કહીને નીકળી ગયા બાદ ઘેર પરત ન આવતા રાજકોટ ખાતે રહેતા તેમના પિતા દીલીપભાઈ હરજીભાઈ ધરસંડીયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે, લાપતા થયેલા આનંદભાઈએ શરીરે અડધી બાઈનુ બ્લેક ટીશર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પહેરેલ હતુ, તેઓ શરીરે ધંઉ વર્ણા છે અને ઉચાઇ આશરે પાંચ ફુટ પાંચ ઈંચ છે.દિલીપભાઈએ બી.એસ.સી. સુધી અભ્યાસ કરેલ છે, હીન્દી તથા અંગ્રેજી તથા ગુજરાતી ભાષા સારી રીતે વાંચી શકે છે તેમજ વાંચી શકે છે. જો કોઈને આનંદભાઈ વિષે જાણ થાય તો મોબાઈલ નંબર 9825848200 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.