ગાંધીનગર ખાતે કાલે કાર્યક્રમ હોવાથી ઝૂલતાપૂલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની મૌનરેલીને મંજુરી ન મળી, પણ કાલે ઝૂલતાપૂલ દુર્ઘટનાના 122 જેટલા દિવગંતોના પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાજંલી સભા યોજાશેમોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાની આવતીકાલે તા.30 ઓક્ટોબારને સોમવારે પ્રથમ વરસી હોય આ પ્રથમ વરસી નિમિતે આવતીકાલે આ દુર્ઘટનાના હતભાગી 122 જેટલા પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી મૌન રેલી યોજાનાર હોય પણ ગાંધીનગર ખાતે અન્ય કોઈ કાર્યક્રમ હોવાથી તંત્ર દ્વારા આ મૌનરેલીને મંજુરી ન મળતા મોકૂફ રાખવામાં આવી છે. પણ કાલે ઝૂલતાપૂલ દુર્ઘટનાના 122 જેટલા દિવગંતોના પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાજંલી સભા યોજાશે.મોરબીનો રાજાશાહી વખતનો ઐતિહાસિક ઝૂલતાપૂલ તૂટી પડતા 135 લોકોનો ભોગ લેવાયાની દુર્ઘટનાને કાલે 30 ઓક્ટોબરે પ્રથમ વર્ષ પૂરું થાય છે. આથી આ ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિતે આવતીકાલે સોમવારે હતભાગીઓના પરિવારના બનેલા મોરબી ટ્રેઝડી વિકટીમ એસોસિએશન દ્વારા તેમના ગુમાવેલા પરિજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ગાંધીનગર ખાતે કાલે સોમવારે સરકારનો કોઈ કાર્યક્રમ હોવાથી તંત્રએ આ મૌન રેલીને મંજૂરી આપી નથી. આથી આ મૌનરેલી મોકૂફ રાખવામાં આવી છે. તેની જગ્યાએ કાલે સોમવારે સવારે 7 થી બપોરના 2 વાગ્યા સુધી ઝૂલતાપૂલ દુર્ઘટનાના 122 જેટલા દિવગંતોના પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાજંલી સભા યોજાશે. તેવું મોરબી ટ્રેઝડી વિકટીમ એસોસિએશનના સભ્ય નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું છે.