મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર ગામ પાસે આવેલ મોન્ઝા સિરામિક ફેક્ટરીનાં પાછળના ગેઈટ બહારથી ગત તા.27ના રોજ મજૂરીકામ કરતા રાજસ્થાનના વતની સુરેશચંદ બાબુલાલ મીણા ઉ.31નો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.