છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપના વંશજો તેમજ વાંકાનેર, જામનગર, ગોંડલ સહિતના રાજવી વંશજોનું સન્માન કરાશે મોરબી : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભારતના આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરાયું છે.જેમાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજવી વંશજો, વાંકાનેર મહારાજા અને સાંસદ કેસરીદેવસિંહજી સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરવામાં આવશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેમ, વિશ્વાસ અને વચનબદ્ધતાથી પ્રેરાઈને અખંડ ભારતના નિર્માણના સહભાગી એવા રાજાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાશે અને દેશમાં તેના સંદેશ મોકલશે.સરદાર જયંતીના પ્રસંગે યોજાનાર આ કાર્યક્રમ અંગે ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફુટ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સરદાર સાહેબની 149મી જન્મજંયતીના દિવસે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચૈતના ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી સરદાર ગૌરવ ગાથા તેમજ રાજવી વંશજોના સન્માન સમારોહનું આયોજન કરાયું છે.અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને આજની યુવા પેઢીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો સંદેશ પાઠવશે.આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં 1.4.5 ACADEMY નો પણ 31 ઓક્ટોબરના દિવસે શુભારંભ કરનાર છે. જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને IAS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે.સાથો સાથ વિશ્વ ઉમિયાધામ દ્વારા દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડીસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોસ્તવનું ભવ્ય આયોજન કરી રહ્યા છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે. સામાજિક સમરસતા, દેશના કાયદા પરત્વેનું સન્માન અને રાષ્ટ્ર કર્તવ્યની પરિપૂર્તિ આ મહાસંમેલનની સંદેશ છે અને તે સાથે દર વર્ષે સરદાર જન્મજયંતીના દિને સમગ્ર દેશના દરેક પરિવાર 1 વૃક્ષનું વાવેતર કરે અને દર શનિવારે પોતાની સૌસાયટી કે નજીકના સ્થળે પોતાના ઇસ્ટદેવની સાંજે 7 કલાકે સામૂહિક આરતી કરી સનાતન ધર્મને ઉજાગર કરી સંગઠિત થાય તેવો સંકલ્પ આ મહાસંમેલનમાં લેવાશે. સન્માન સમારોહમાં આમંત્રિત રાજવી પરિવારના વંશજોના નામ મહારાણા પ્રતાપના વંશજ મહારાજ કુમાર સાહબે ડૉક્ટર લક્ષ્યરાજસિંહજી, (મેવાડ -ઉદયપુર, રાજસ્થાન) મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજ મહારાજા રાઓલ સાહેબ વિજયરાજસિંહજી, (ભાવનગર, ગુજરાત) છત્રપતિ શિવાજીના વંશજ યુવરાજ શ્રીમંત સંભાજી રાજે છત્રપતિ મહારાજ સાહેબ, (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) H. H. મહારાજા ગજસિંઘજી સાહેબ (જોધપુર, રાજસ્થાન) પદ્મશ્રી H. H. મહારાજાધીરાજ મહારાવ રઘુવીરસિંઘજી સાહેબ બહાદુર, (સિરોહી, રાજસ્થાન) H. H. મહારાજા પુષ્પરાજસિંઘજી, (રીવા, મધ્યપ્રદેશ) મહારાવલ જગમાલસિંઘજી (બાંસવાડા, રાજસ્થાન) મહારાજા જામસાહેબ શત્રુશૈલ્યસિંહજી, (નવાનગર, જામનગર) H. H. મહારાજા હિમાંશુકુમારસિંહજી જ્યોતેન્દ્રસિંહજી સાહેબ, (ગોંડલ, ગુજરાત) H. H. મહારાણા રાજસાહેબ કેશરીસિંહજી, (વાંકાનેર, ગુજરાત) મહારાજ ભગીરથસિંહજી, (ઈડર, ગુજરાત) H. H. મહારાજા અનંત પ્રતાપદેવ, (કાલાહાંડી, ઓરિસ્સા) મહારાજા તુષારસિંહજી (બાબા) (બારીયા, ગુજરાત) H. H. મહારાણા રિદ્ધિરાજસિંહજી, (દાંતા, ગુજરાત) રાજા રણવિજયસિંઘ જુદેવ, (જાસપુર, છત્તીસગઢ) ઠાકોર સાહેબ જયદીપસિંહજી, (લીંબડી, ગુજરાત) મહારાજા પારંજાદિત્યસિંહજી, (સંતરામપુર, ગુજરાત) મહારાવલ જયપ્રતાપસિંહજી ચૌહાણ, (છોટા ઉદેપુર, ગુજરાત) ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી, (ધ્રોલ, ગુજરાત) ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી ઝાલા, (વઢવાણ, સુરેન્દ્રનગર) H. H. મહારાણા સિદ્ઘરાજસિંહ, (લુણાવાડા, મહિસાગર) H. H. મહારાજા ક્રિષ્ણચંદ્રપાલ દેવ બહાદુર યાદકુલચંદ્ર, (ભાલ –કારોલી, રાજસ્થાન) ગજપતિ મહારાજા દિવ્યસિંઘા દેવ (જગન્નાથપુરી, ઓરિસ્સા) મહારાજા કમલચંદ્ર ભંજદેવ, (બસ્તર, છત્તીસગઢ) પાટડી દરબાર કર્ણીસિંહજી દેસાઈ, (પાટડી પાટીદાર) ઠાકોર સાહેબ સોમરાજસિંહ ઝાલા, (સાયલા, ગુજરાત) ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી, (મૂળી, સુરેન્દ્રનગર, ગુજરાત) ઠાકોર સાહેબ રાજવીરસિંહજી, (માળીયા, ગુજરાત) H. H. મહારાજા જયસિંહજી સોલંકી, (બાંસદા, ગુજરાત) નામદાર રાઓલ વનરાજસિંહજી, (માણસા, ગાંધીનગર) મહારાજા કામાખ્યાસિંહજી સોનીગરા, (સંજેલી, ગુજરાત) મહારાજ અજયરાજસિંહ, (બેગુ, રાજસ્થાન) ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી, (વિરપુર, ગુજરાત) ઠાકોર સાહેબ વિરભદ્રસિંહ વિ. ચુડાસમા,(ગાંફ, ગુજરાત) મહારાજ વિક્રમસિંહજી, (નાચના, જેસલમેર, રાજસ્થાન) સરકાર સાહેબ રાઘવેન્દ્ર પ્રતાપસિંહ, (જાલામંડ, રાજસ્થાન) ઠાકુર સિદ્ધાર્થસિંહ, (રોહેતગઢ, રાજસ્થાન) ઠાકોર સાહેબ રઘુવીરસિંહજી વાઘેલા, (ગાંગડ, ગુજરાત) ઠાકોર સાહેબ તખતસિંહજી વાઘેલા, (ઉતેલિયા, ગુજરાત) રાવ સાહેબ હરેન્દ્રપાલસિંહજી, (પોશીના, ગુજરાત) ઠાકોર સાહેબ ધ્રુવરાજસિંહ વાઘેલા, (સાણંદ, ગુજરાત) ઠાકોર સાહેબ હર્ષવર્ધનસિંહ ચૌહાણ, (એરાલ, ગુજરાત) ઠાકોર સાહેબ પરીક્ષિતસિંહ, (પિસાંગન, અજમેર, રાજસ્થાન) રાવરાજેશ્વર રાણાસાહેબ ગજેન્દ્રસિંહજી, (વાવ, ગુજરાત) ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી ગોહિલ, (દરેડ, ગુજરાત) ઠાકોર સાહેબ મનપ્રીતસિંહજી રાઠોડ, (લીમડી, પંચમહાલ) ડી.એસ. જયવીરસિંહ, (ચોટીલા, ગુજરાત) ડી.એસ. અજયવાળા, (અમરનગર, ગુજરાત) ટી.એસ. કિષ્ણકુમારસિંહજી (ચુડા, ગુજરાત) કે. એસ. કલાદિત્યરાજસિંહજી જાડેજા, (ખરેડી, ગુજરાત) ડી.એસ. પુંજાબાપુ વાળા,(ન માંડાવડ, ગુજરાત) કે.એસ. યાદવેન્દ્રસિંહજી જાડેજા, (ગોંડલ, ગુજરાત) કે.એસ. અર્જુનસિંહ ગઢુલા, (ગઢુલા, ગુજરાત)