મોરબી : સિધ્ધપુરીયા રજપૂત સમાજ મોરબી દ્વારા આજે શરદ પૂનમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિધ્ધપુરીયા બારશાખ રજપૂત સમાજ મોરબી જ્ઞાતિના તમામ લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આજરોજ તારીખ 28 ઓક્ટોબર ને શનિવારે સાંજે 8:30 કલાકે મોરબીના સતવારા સમાજની વાડીની સામેની શેરીમાં પંચાસર રોડ પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શરદ પૂનમ ઉત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેડિશનલ કપડા અને સારા ગરબા રમનારને ઇનામ પણ આપવામાં આવશે. તો આ શરદ પૂનમ ઉત્સવમાં ઉપસ્થિત રહેવા સિઘ્ધપુરિયા બારશાખ રજપૂત સમાજને પ્રમુખ પ્રકાશભાઈ ચૌહાણ અને ઉપપ્રમુખ ધર્મેશભાઈ ચૌહાણ દ્વારા જ્ઞાતિજનોને આમંત્રણ પાઠવાયું છે.