મોરબી : મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને રવિવારના રોજ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા મોરબીના સાર્થક વિદ્યામંદિરે 29 ઓક્ટોબર ને રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડનું વિતરણ કરાશે. આ ઉપરાંત હરડે પાવડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ડાંગની રાગીનો લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વગેરેનું વેચાણ કરાશે. આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.