તમામ બ્રહ્મ પરિવારોને શરદ પૂનમ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં જોડાઈ સાથે અલ્પાહાર અને દૂધ પૌહાનો પ્રસાદ લેવા અપીલ કરતા પ્રમુખ અતુલ જોશીમોરબી : મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે શરદ પૂનમ નિમિત્તે રાસોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં પાસ વગર જ એન્ટ્રી હોય તમામ બ્રહ્મ પરિવારોને આ કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબીમાં લીલાપર - કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદ પૂનમના કાર્યક્રમનું આવતીકાલે તા 28ને શનિવારે રાત્રીના 9 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બ્રહ્મ પરિવારો માટે જ છે. જેમાં તમામ બ્રહ્મ પરિવારોને પાસ વગર જ એન્ટ્રી આપવામાં આવશે. ખેલૈયાઓ તેમજ જોનારાઓ તમામની સ્થળ ઉપર જ નામ નોંધણી કરી પ્રવેશ આપવામાં આવશે. બ્રહ્મ પરિવારોએ બીજી કોઈ અફવામાં દોરાવવું નહિ. તમામ બ્રહ્મ પરિવારો આ કાર્યક્રમમાં સહભાગી બને અને સાથે અલ્પાહાર તથા દૂધ પૌહાની પ્રસાદી લ્યે તે માટે પરશુરામ યુવા ગ્રુપ નિમંત્રણ પાઠવે છે. વધુમાં જો કાર્યક્રમને લઈને કોઈને કામકાજ હોય તો મો.નં 9925486999 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.