જૈન મંદિરના પૂજારી સાઢુભાઈના દીકરાની તબિયત જોવા ગયા અને પાછળથી તસ્કરો કળા કરી ગયા મોરબી : મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે જૈન મંદિરના પુજારીના બંધ મકાનમાંથી તસ્કરો સોનાના દાગીના અને રોકડ સહીત 2,22,500ની માલમતા ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે રહેતા અને જૈન મંદિરની પૂજા કરતા ભગવાનગીરી નટવરગીરી ગોસ્વામીના સાઢુભાઈના પુત્રનું ઓપરેશન કરાવેલ હોય દંપતી મહેસાણાના નાના કડી ગામે તબિયત જોવા જતા પાછળથી બંધ પડેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરના બેડરૂમમાં પડેલા કબાટમાંથી સોનાની લેડીઝ-જેન્સ વિટી, સોનાનુ ચેન-ચગદુ, સોનાની ઝુમર બુટ્ટી, સોનાનુ લોકેટ સહિત કુલ મળી આશરે પાંત્રીસ ગ્રામ (સાડા ત્રણ તોલા) વજનના સોનાના દાગીના કિંમત રૂપિયા 1,22,500 તથા રોકડા રૂપિયા 1 લાખ મળી કુલ 2,22,500ની માલમતાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.