આજે 27 ઓક્ટોબરે રાત્રે ડાકલાની રમઝટ બોલશેહળવદ : હળવદ તાલુકાના સુરવાવ ગામે બુટભવાની માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 26 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર દરમિયાન ઉજવાય રહ્યો છે.આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ 26 ઓક્ટોબરના રોજ ચંડીયજ્ઞ અને મંડપમુહૂર્તનું આયોજન કરાયું હતું. જ્યારે આજે 27 ઓક્ટોબરના રોજ રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. આવતીકાલે 28 ઓક્ટોબરના રોજ સવારે 8-30 કલાકે માતાજીના પ્યાલા અને બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સમસ્ત રાઠોડ પરિવાર સુરવાવ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય બુટભવાની માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આયોજિત ડાકલાના કાર્યક્રમમાં ડાકલા કિંગ જયંતીભાઈ વાઘ અને ભાગર્વી ઠાકોર ઉપસ્થિત રહેશે.