મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે દિનેશભાઇ હરીભાઇ બાવરવાના વાડે રહી ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની રેખાબેન મહેશભાઇ નાયકા ઉ.27 નામના પરિણીતાને ગત તા.12 ઓક્ટોબરના રોજ કામ કરતા કરતા પેટમાં દુખાવો ઉપડતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં પરિણીતાના મૃતદેહને વતનમાં અંતિમક્રિયા માટે લઈ જવામાં આવતા ત્યાં પરિણીતાના ભાઈ કમલેશભાઇ હરેસીંગભાઇ નાયકાએ પોસ્ટમોર્ટમ કરાવતા મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.