હળવદ : હળવદ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે વસંત પાર્કમાં રેઢી હાલતમાં પડેલી ટોયોટો કંપનીની ઇટીયોસ કાર નંબર GJ-01-RE-2358માંથી 200 મીલી જેટલો વિદેશી દારૂ મળી આવતા પોલીસે રૂ.2.50 લાખની કાર કબ્જે કરી કાર નંબરને આધારે કાર માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.