ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે પતિના મૃત્યુના વિરહમાં એકલવાયા જીવનથી કંટાળી જઈ મંજુબેન પ્રેમજીભાઈ ચાવડા ઉ.70 નામના વૃધ્ધ મહિલાએ ગત તા.27ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.