મોરબી : મોરબી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા તા. 29ને રવિવારે બપોરના 2:30 કલાકે શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ ખાતે છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈનામ વિતરણ જેવાં કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં ધો. 1 થી સ્નાતક કક્ષા સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવશે. તો આ સન્માન સમારોહમાં તમામ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.