મોટાપીર દરગાહના ગ્રાઉન્ડમાં મંજૂરી વગર જમણવારનો કાર્યક્રમ યોજી લાઉડસ્પીકર વગાડવામાં આવતા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી મોરબી : મોરબીના ઐતિહાસિક મણિમંદિરની બાજુમાં આવેલ વિવાદિત જગ્યા મોટાપીરની દરગાહના ગ્રાઉન્ડમાં મંજૂરી વગર જાહેરમાં જમણવારનો કાર્યક્રમ તેમજ સાઉન્ડ સિસ્ટમ ગોઠવી માણસો એકઠા કરવામા આવતા કાર્યક્રમના આયોજક વિરુદ્ધ મોરબી સીટ એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઐતિહાસિક મણિમંદિર બાજુમાં આવેલ વિવાદિત મોટાપીરની દરગાહના ગ્રાઉન્ડમાં કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વગર આરોપી આશીફશા હાસમશા ફકીર રહે.ભરવાડ શેરી હૈદરી મસ્જિદ વાળાએ જમણવાર કરી સાથે સાઉન્ડ સિસ્ટમથી કાર્યક્રમ યોજતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આયોજક આશીફશા હાસમશા ફકીર વિરુદ્ધ ચારથી વધુ વ્યક્તિઓ એકઠા કરી અધિક કલેક્ટર દ્વારા અમલી બનાવવામાં આવેલ જાહેરનામાનો ભંગ સબબ કાર્યવાહી કરી હતી.