ટંકારા : ટંકારા - રાજકોટ હાઇવે ઉપર ધ્રુવનગર ગામથી આગળ આવેલ મામાદેવના મંદીર પાસે ગત તા.18-09-2023ના રોજ GJ-03-BW-3193 નંબરના છોટાહાથીનાં ચાલક અંકીત હસમુખભાઇ વાઢેર રહે-શાપર તા- કોટડા સાંગાણી જી-રાજકોટ વાળાએ પોતાનું છોટાહાથી આગળ જતા ટ્રકના પાછળના ભાગે ભટકાવતા છોટાહાથીમાં બેઠેલા કિશોરભાઇ ભાણજીભાઇ વાઢેર રહે- શાપર ગણેશનગર તા- કોટડા સાંગાણી જી-રાજકોટ વાળાને પગમાં તેમજ કમરના ભાગે ફ્રેક્ચર થયું હતું અને આરોપી છોટાહાથી ચાલકને પણ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતા આ બનાવ અંગે કિશોરભાઇ ભાણજીભાઇ વાઢેરે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.