ભરતનગર ગામના પાટિયા પાસે આગળ જતા ટ્રકના ઠાઠામાં આઇસર ભટકાતા સર્જાયો અકસ્માત મોરબી : કચ્છના જખૌથી વેરાવળ સોમનાથ તરફ જઈ રહેલ આઇસર ટ્રક મોરબીના ભારતનગર ગામના પાટિયા નજીક આગળ જતા ટ્રકના ઠાઠામાં ભટકાતા ખાલી સાઈડમાં બેઠેલા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છના જખૌથી વેરાવળ સોમનાથ તરફ જઈ રહેલ આઇસર ટ્રક નંબર GJ-12-BX-3569ના ચાલકે મોરબી તાલુકાના ભરતનગર નજીક આગળ જતા ટ્રક સાથે અકસ્માત સર્જતાં આઇસર ટ્રકનો ખાલી સાઈડનો ભાગ ડૂચો બોલી ગયો હતો અને ખાલી સાઈડમાં બેઠેલા જાવીદભાઈ જમાલભાઈ પંજા ઉ.36 રહે.હાલ જખૌ, મૂળ રહે. ઉમરાળા, તાલુકો. વેરાવળ, જિલ્લો.ગીરસોમનાથ વાળા દબાઈ જતા હાથ કપાઈ ગયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટના અંગે મૃતક જાવીદભાઈના પિતરાઈ ભાઈ હાજીભાઇ કાલુભાઇ પંજા, રહે. ગોવિંદપરા, વેરાવળ તાલુકો-વેરાવળ જીલ્લો-ગીર સોમનાથ વાળાએ આઇસર ટ્રકના ચાલક ઇરફાનભાઇ અનવરભાઇ ભટી રહે.જખેો વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.