મંદિરના પુજારીએ મંદિરમાં તોડફોડ અને એક શ્રદ્ધાળુને ઇજા કરવા મામલે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર ઉપર નશાખોર શખ્સે પથ્થરમારો કરવા મામલે મંદિરના પુજારીએ નશાખોર શખ્સ વિરુદ્ધ મંદિરમાં તોડફોડ કરવા ઉપરાંત અન્ય એક શ્રદ્ધાળુને ઈજાઓ પહોંચાડવા અંગે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ આજે શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર ઉપર મોરબીના કબીર ટેકરી શેરી નંબર 5મા રહેતા મોસીન મહમદભાઈ કુરેશી ઉ. 26 નામના શખ્સે નશાની હાલતમાં પથ્થરમારો કરી મંદિરને નુકશાન પહોંચાડતા મંદિરના પૂજારી ધર્મેન્દ્રભાઈ નટવરલાલ અગ્રાવતે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં હિન્દૂ મંદિરને નુકશાન પહોંચાડવું, ધમકી આપવી તેમજ શ્રદ્ધાળુ વિનુભાઈ કણઝારિયાને ઇજા પહોંચાડવા સબબ આરોપી મોસીન મહમદભાઈ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, આ ગંભીર ઘટનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નશાખોર શખ્સ મોસીન મહમદભાઈ કુરેશીને ત્વરિત ઝડપી લીધો હતો અને હાલમાં વિધિવત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.