પ્રેમસંબંધ રાખવાની ના પાડવા છતાં મજનુએ હેરાનગતિ ચાલુ રાખતા પોલીસ ફરિયાદ મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા ધરાર પ્રેમીએ હેરાનગતિ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા યુવતીની માતાએ ધરાર પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળના વિસ્તારમાં રહેતી એક યુવતીને અગાઉ આરોપી જયમલભાઇ મહેશભાઇ રાઠોડ સાથે પ્રેમસંબંધ હોય બાદમાં યુવતીએ પ્રેમસબંધ રાખવાની ના પાડી દીધી હતી. જો કે મજનૂછાપ પ્રેમી જયમલભાઇ મહેશભાઇ રાઠોડને યુવતીએ પ્રેમસંબંધ ન રાખવા જણાવી દેવા છતાં આરોપીએ સતત પીછો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ બનાવ અંગે યુવતીના માતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.