મોરબી : મોરબી તાલુકાના વિરાટનગર (રંગપર) ગામે આગામી તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ રામામંડળ રમાડવામાં આવશે.પ્રેમજીભાઈ વાલજીભાઈ વડસોલા દ્વારા તારીખ 28 ઓક્ટોબર ને શનિવારે રાત્રે 9 કલાકે વિરાટનગર (રંગપર) મુકામે પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. જેમાં સંગીતમય શૈલીમાં રામાપીરનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. તો સર્વ ધર્મપ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.