મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા શહેરમાં અને જીલ્લામાં વિવિધ જગ્યાએ પ્રાચીન ગરબીના આયોજનમા દશેરાના પર્વ નિમિત્તે બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાંપ્રત સમયમાં પણ નવરાત્રીનાં પાવન પર્વમાં ગ્રામીણ અને પરા વિસ્તારની ઘણી ગરબી મંડળના આયોજકો દ્વારા હજુ પણ પ્રાચીન ગરબી અને નવરાત્રી પર્વની પવિત્રતા જાળવી રાખવામાં આવી છે. ખાસ કરીને માળીયા (મી.) ખાતે પોલીસ લાઈન ખાતે શીતળા માતા ગરબી મંડળ આશરે 125 વર્ષથી પ્રાચીન ગરબીનું સુંદર આયોજન થઈ રહ્યું હોય અને આ ગરબીમાં હિન્દૂ - મુસ્લિમ બાળાઓ આસ્થા અને પવિત્ર ભાવનાથી માં ભગવતીની ભક્તિ આરાધનાને બિરદાવવા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી વતી આ તમામ બાળાઓને સન્માન કરવા ભેટરૂપે લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ જ રીતે મોરબીના નવલખી રોડ ખાતે આવેલ રણછોડ નગરમાં સાઈ મંદિર અને હનુમાનજી મંદિરમાં પણ ગરબીનું આયોજન થાય છે આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં આશરે આ વિસ્તારની 105 બાળાઓ ગરબી રમવા આવતી હોય આ નાની નાની બાળાઓને લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા ભેટ આપી એનું સન્માન કરવામાં આવેલ હતું.જ્યારે સત્યેશ્વર મહાદેવ મંદિરે શિવશક્તિ ગરબી મંડળની આશરે 50 જેટલી બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને નજરબાગ તરફથી દરેક બાળાઓનું તિલક કરી રોકડ પુરસ્કાર આપી સન્માન કરી દરેક દીકરીને દાંડિયા, ટીશર્ટ ,આપી નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ તકે લાયન્સ ક્લબ મોરબીના લાયન તુષાર દફતરી, લાયન મનીષભાઈ આદરોજા, લાયન જયેશભાઈ, લાયન કે.પી. ભાગિયા, ખજાનચી મણીલાલ કાવર, લાયન પ્રાણજીવન રંગપરીયા , લાયન જયેશભાઈ સંઘાણી,લાયન માદેવભાઈ ચીખલિયા, તેમજ દાતા બાલાજી જવેલર્સ વાળા પંકજભાઈ બાવરવા, તથા જીતેન્દ્રભાઈ ગણેશભાઈ વિરમગામા જેવા દાતા લાયન્સ કલબના દાતાઓ હાજર રહ્યા હતા. લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા ખાસ હાજર રહી આયોજકોનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હોવાનું મોરબી સીટી સેક્રેટરી ટી. સી. ફુલતરીયાએ જણાવ્યું હતું.